અમારી સેવા હજુ સુધી સંપૂર્ણ બહુ-ભાષીય નથી અને તેનું બાકીનું બધું અંગ્રેજીમાં છે.
પરિણામ સ્વરૂપ, અમે વિચારીએ છીએ કે અમે આપને પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે આપની પોતાની ભાષામાં એક વિહંગાવલોકન આપીશું કે દાન કેવી રીતે કરવું.
સૌપ્રથમ આપ એક કારણ પૃષ્ઠ જોશો.
આગામી પૃષ્ઠ પર આપ અમારા દ્વારા સૂચિત દાનની રકમમાંથી એકની પસંદ કરી શકો છો અથવા આપની પોતાની રકમ ઉમેરી શકો છો.
ત્યારબાદ આપને એક ત્રીજા પક્ષની ચુકવણીના પૃષ્ઠ પર લઈ જવામાં આવશે જ્યાં આપને ક્રેડિટ કાર્ડ અથવા [PayPal] દ્વારા ચુકવણી કરવા અંગેની ચુકવણી વિગતો ભરવાની જરૂર પડશે.
જો આપ એક યુકે કરદાતા હો તો આપના દાનમાં વધારો કરવા માટે આપ [Gift Aid] માટે નોઁધણી કરાવી શકો છો અને સંભાવિતપણે વ્યક્તિગત વેરાની પુન:પ્રાપ્તિ પણ કરી શકો છો.
જો આપ એક યુકે કરદાતા નથી તો, [Gift Aid] ને છોડી દો.
એક વખત તે પૂર્ણ થઈ જાય પછી, આપ ફેસબુક અથવા ટ્વિટર દ્વારા આપના બધા જ મિત્રો અને પરિવારને આપના દાન વિશે જાણ કરી શકો છો.
આશા છે કે આનાથી આપને વિહંગાવલોકન પ્રાપ્ત થયું હશે. જ્યારે આપ [Proceed] બટન પર ક્લિક કરશો ત્યારે આપ દાન કરી શકો તે માટે આપને અંગ્રેજી ભાષા સેવા પર લઈ જવામાં આવશે.